સૂકી દ્રાક્ષ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

ભારતના દરેક ઘરમાં મોટાભાગના લોકો કિસમિસ ખાય છે. આ સાથે આયુર્વેદમાં કિસમિસનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.

News Detail

શિયાળામાં દરેક વ્યક્તિ ડ્રાય ફ્રૂટ્સ ખાય છે, કાજુ, બદામ, અખરોટ, કિસમિસ દરેકના ફેવરિટ છે. ઠંડીની ઋતુમાં દરેક ઘરમાં કિસમિસનો ઉપયોગ પણ કરવામાં આવે છે. સૂકી દ્રાક્ષ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ભારતના દરેક ઘરમાં મોટાભાગના લોકો કિસમિસ ખાય છે.

આ સાથે આયુર્વેદમાં કિસમિસનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.
 સૂકી દ્રાક્ષના પાણીથી તમને જબરદસ્ત લાભ મળે છે. જો તમે સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવો છો તો તે પાચનતંત્રને મજબૂત રાખે છે. કિસમિસમાં હાજર ફાઈબર કબજિયાતમાં રાહત આપે છે. આ સાથે તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ છે. કિસમિસનો ફાયદો તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમે દરરોજ 7 કિસમિસ દૂધ સાથે ખાઈ શકો છો. તે વજન વધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.
 જો તમે બે થી ત્રણ કિસમિસને ઉકાળીને તેને રાત્રે સૂતા પહેલા પીતા હોવ તો તેનાથી ફાયદો થાય છે. શિયાળામાં લોકોને વારંવાર સાંધાનો દુખાવો કે હાડકાનો દુખાવો થતો હોય છે, પરંતુ જો તમે દૂધ સાથે સૂકી દ્રાક્ષ ખાઓ તો તેનાથી હાડકાનો દુખાવો પણ દૂર થાય છે. સૂકી દ્રાક્ષનું પાણી પીવાથી આંખોની રોશની વધે છે. પાણી તૈયાર કરવા માટે તમારે કિસમિસને રાત્રે પલાળી રાખવાની છે. તેના પછી સવારે ઉઠીને કિસમિસને બહાર કાઢીને તે પાણીનું સેવન કરો. કિસમિસનું પાણી શિયાળામાં શરીરનું ધ્યાન રાખે છે. ઠંડીથી પણ બચાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.