રાજ કુંદ્નાના કેસમાં ફરીયાદની અને મહત્વની સાક્ષી અભિનેત્રી શર્લિન ચોપડાએ આપેલાં એક ઈન્ટરવ્યુમાં રાજ કુંદ્નાને જામીન આપવાને લઈ તેનાં પર વાત કરી હતી. તેણે કહ્યું કે તેમને લાગ્યું કે રાજ કુંદ્ના ઓછામાં ઓછા ૬ મહિના જેલમાં રહેશે અને એટલી જલ્દી બહાર આવશે નહીં.
શલિઁન ચોપરાએ ફરી એકવાર રાજ કુંદ્ના સામેનાં તેના તમામ આરોપોનું પુનરાવર્તન કયુઁ. તેણે આરોપ લગાવ્યો કે તેણે રાજ માટે શૂટ કરેલાં ૩ વિડિયોનાં પૈસા હજુ સુધી મળ્યા નથી.
મુંબઈ કોર્ટે સોમવારે રાજ કુંદ્નાને અશ્લીલ ફિલ્મ કેસમાં જામીન આપ્યા છે. કુંદ્નાની સાથે રેયાન થોપઁને પણ જામીન મળ્યાં હતાં.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo
શનિવારે કુન્દ્રાએ જામીન અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેને ‘બલિનો બકરો’ બનાવવામાં આવી રહ્યો છે. કેસમાં દાખલ ચાર્જશીટમાં તેમની સામે કોઈ પુરાવા નથી. રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.