દેશની આર્થિક સ્થિતિ પર ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ બાયોકૉનના એમડી કિરણ મજૂમદાર શૉ એ સરકાર પર નિશાન સાંધ્યુ હતું. કિરણ મજૂમદાર શૉ એ કહ્યું હતું કે આશા છે કે સરકાર વપરાશ અને ગ્રોથને પાટા પર લાવવા માટે ભારતીય ઉદ્યોગ જગતનો સંપર્ક સાધશે. અત્યાર સુધી અમારા બધા સાથે અંતર બનાવી રાખવામાં આવ્યું છે અને સરકાર અર્થતંત્રને લઇ કોઇ આલોચના સાંભળવા માંગતી નથી. અર્થતંત્ર પર સરકારની આલોચના કરનારની લાઇનમાં હવે હર્ષ ગોયેનકાનું નામ પણ જોડાઇ ગયું છે.
આરપીજી ગ્રૂપના માલિક અને ઉદ્યોગપતિ હર્ષ ગોયેનકા એ મંગળવાર રાત્રે એક પ્રખ્યાત લઘુ કવિતા ટ્વીટ કરી. જો કે બાદમાં તેમણે પોતાની ટ્વીટ હટાવી દીધી જેનો સ્ક્રીન શૉટ ઉપલબ્ધ છે અને સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે. ગોરખ પાંડેની કવિતા ટ્વીટ કરતાં તેમણે લખ્યું કે સ્થિતિને જોતા હવે કટલીય પંક્તિઓ યાદ આવે છે. એમ કરી ટ્વીટ કરી હતી.
રાહુલ બજાજનું નિવેદન ચર્ચામાં રહ્યુ
આની પહેલાં એક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રાહુલ બજાજની ગૃહમંત્રી અમિત શાહની સામે પોતાની વાત કહેવાને લઇ ચર્ચા થઇ હતી. મુંબઇમાં એક કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું હતું કે દેશમાં હાલ ખૌફનો માહોલ છે, લોકો સરકારની આલોચના કરવાથી ડરી રહ્યા છે, કારણ કે લોકોને વિશ્વાસ નથી કે તેમની આલોચનાને સરકારમાં વખાણાશે. ઉદ્યોગપતિ રાહુલ બજાજ જ્યારે પોતાની વાત કહી રહ્યા હતા ત્યારે તેમની બરાબર સામે દેશના ગૃહમંત્રી અમિત શાહ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.