રિયાન પરાગે નોંધાવેલી આક્રમક અડધી સદી બાદ કુલદીપ સેને ઝડપેલી 4 વિકેટની મદદથી રાજસ્થાન રોયલ્સે અહીં રમાયેલી IPLની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સને 29 રનથી હરાવીને 8 મેચમાં છઠ્ઠો વિજય મેળવ્યો હતો.અને આ સાથે સંજૂ સેમસનની ટીમ પોઇન્ટ ટેબલમાં મોખરાના સ્થાને પણ પહોંચી ગઇ છે.
રાજસ્થાનના 8 વિકેટે 144 રનના જવાબમાં બેંગ્લોરની ટીમ 19.3 ઓવરમાં 115 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી.અને બેંગ્લોરનો 9 મેચમાં આ ચોથો પરાજય છે.
ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર બેંગ્લોરની ટીમ માટે સુકાની ડુ પ્લેસિસે 23 તથા હસરંગાએ 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. બેંગ્લોરની ટીમે વિરાટ કોહલીને ઓપનિંગમાં ઉતાર્યો હતો, પરંતુ તે માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો.અને દિનેશ કાર્તિક 6 રન બનાવીને રનઆઉટ થતાં બેંગ્લોરના હાથમાંથી મેચ સરકી ગઇ હતી. રાજસ્થાન માટે કુલદીપ સેને 20 રનમાં 4 તથા ઓફ સ્પિનર અશ્વિને 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
પિચ ઉપરથી મળતા ફાયદાનો લાભ લઇને હેઝલવૂડ અને સિરાજે રાજસ્થાનના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.અને રાજસ્થાને પાવરપ્લેની 6 ઓવરમાં ઓપનર જોસ બટલર (8), દેવદત્ત પડિક્કલ (7) તથા અશ્વિન (17)ની 33 રનના સ્કોર સુધીમાં વિકેટ ગુમાવી દીધી હતી.
સુકાની સંજૂ સેમસને કેટલાક આક્રમક શોટ્સ રમ્યા હતા.અને સેમસને 21 બોલમાં એક બાઉન્ડ્રી અને 3 સિક્સર વડે 27 રન બનાવ્યા હતા પરંતુ તે પણ 68 રનના સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો.
ડેરિલ મિચેલે ધીમી બેટિંગ કરીને ટી20 ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટનો આનંદ માણીને 24 બોલમાં માત્ર 16 રન બનાવ્યા હતા. શ્રાીલંકન સ્પિનર હસરંગાએ સંજૂ સેમસનને પાંચમી વખત આઉટ કર્યો હતો. રાજસ્થાનના પાંચ બેટ્સમેનો બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. 19મી ઓવરના બીજા બોલે હસરંગાએ રિયાન પરાગનો આસાન કેચ છોડયો હતો.અને ત્યારબાદ પરાગે વધુ 23 રન ફટકાર્યા હતા. તેણે હર્ષલ પટેલે નાખેલી છેલ્લી ઓવરમાં બે સિક્સર સહિત 18 રન ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.