રાજધાનીમાં તીડનો ખતરો જોતા અનેક વિસ્તારોમાં હાઈએલર્ટ, ભગાડવા માટે ડીજેનો સહારો લેવાશે

દિલ્હીમાં તીડના ખતરાને જોતા દિલ્હી સરકારના વિકાસ મંત્રી ગોપાલ રાયએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં વિકાસ સચિવ, ડિવિઝનલ કમિશ્નર, ડાયરેક્ટર એગ્રીકલ્ચર, ડીએમ સાઉથ દિલ્હી, ડીએમ વેસ્ટ દિલ્હી હાજર રહ્યાં, બેઠક બાદ સરકાર એડવાઈઝરી જાહેર કરશે.

મળતી જાણકારી પ્રમાણે તીડનું એક મોટું જુથ ધીરે-ધીરે પલવલ તરફ જઈ રહ્યું છે પરંતુ તેનું એક નાનું ઝુંડ જસોલા અને ભાટી તરફ કે જે દિલ્ગીનો બોર્ડરનો વિસ્તાર છે તેની તરફ ફંટોળાયું છે. જ્યાં વન વિભાગનો વિસ્તાર છે. આ જોતા તે વિસ્તારમા  ઢોલ, ડ્રમ અને ડીજે વગાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પદ્ધતિથી તીડ ભાગી જાય છે અને આ વિસ્તારમાં કેમિકલના છંટકાવના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ સિવાય બેઠકમાં દિલ્હીના સાઉથ, વેસ્ટ અને સાઉથ-વેસ્ટ જિલ્લાના ડીએમને હાઈએલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેમને તૈયારી શરૂ કરી દેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મામલે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવશે. સાથે જ પવનની દિશા સાઉથ દિલ્હી તરફ વધારે છે. જો પવનની દિશા બદલાશે તો દિલ્હીની તરફ તીડ આવી શકે છે તેથી દરેક પાસાને મોનિટરિંગ કરવામાં આવી રહ્યાં છે.

આ માટે વિકાસ કમિશ્નરને અપોઈન્ટ કરવામાં આવ્યા છે જે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે ટચમાં રહેશે, જેથી હરિયાણામાં કોઈ મુવમેન્ટ થાય તો દિલ્હી પણ એલર્ટ થઈ જાય. આ સિવાય નોઈડામાં પણ તીડનો ખતરો છે. નોઈડામાં 4 ટીમને તૈનાત કરવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.