રાજધાની દિલ્હીમાં ગમે ત્યારે થઈ શકે છે હિમવર્ષા, તાપમાન 118 વર્ષનો રેકોર્ડ તોડી 1.7 ડિગ્રી

રાજધાની દિલ્હીમાં શીતલહેરનો પ્રકોપ રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. ગઈ કાલે શુક્રવારે 4.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ તાપમાન છેલ્લા 108 વર્ષ બાદ દિલ્હીમાં નોંધાયું હતું. જ્યારે આજે શનિવારે પારો વધારે ગગડીને 1.7 ડિગ્રી નોંધાયો છે. ઠંડીએ આજે 118 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા 14 દિવસથી શીતલહેર યથાવત છે. ઠંડીથી રાજધાની દિલ્હી રીતસરની ઠુંઠવાઈ ગઈ છે. જોકે આવનાર સમયમાં દિલ્હીમાં ઠંડી વધારે કાતિલ બને તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.

સમગ્ર ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની માઠી અસર રાજધાની દિલ્હી પર પણ પડી રહી છે. દિલ્હીમાં તાપમાને તમામ રેકોર્ડ તોડ્યા છે. છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયનો રેકોર્ડ આ વખતે દિલ્હીમાં તુટ્યો છે. દિલ્હીના સફદરજંગ અને પાલમમાં તાપમાનનો પારો નીચે ગયો છે. તો આયાનગરમાં તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 118 વર્ષમાં આ બીજો ડિસેમ્બર મહિનો છે જ્યાં દિલ્હીમાં આટલી ભયાનક ઠંડી પડી છે. આ અગાઉ 1997માં આવી ઠંડી પડી હતી. પરંતુ રાજધાનીમાં તાપમાન 1.7 નોંધાયુ હોય તેવુ આજથી 118 વર્ષ પહેલા બન્યું હ્તું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.