કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘે માઈક્રો બ્લૉગિંગ સાઈટ ટ્વીટર પર નિશાન સાધ્યુ છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના વીડિયોને લઈને દિગ્વિજય સિંઘે ટ્વીટ કરીને કહ્યુ, શુ ટ્વીટર ભારતમાં કોઈ શક્તિશાળી શખ્સના નિર્દેશો પર કામ કરી રહ્યુ છે? રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો એક હાનિરહિત માહિતીપ્રદ વીડિયો ટ્વીટર પર કેમ સ્વીકાર કરવામાં આવી રહ્યો નથી? ટ્વીટર પાસે મને આ મુદ્દે સ્પષ્ટીકરણ જોઈએ છે. શુ તે જવાબ આપશે? ચાલો જોઈએ છે. નહીંતર મારે કાનૂની વિકલ્પ શોધવો પડશે.
રાજીવ ગાંધી ફાઉન્ડેશનની ફંડિંગ અને ચીની કનેક્શનને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ હતુ કે પીએમ નેશનલ રિલીફ ફંડ જે લોકોની સેવા અને તેમને રાહત પહોંચાડવા માટે છે. તેના વર્ષ 2005-08 સુધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનના રૂપિયા ક્યાં ગયા? જેપી નડ્ડાએ કહ્યુ હતુ કે, પીએમએનઆરએફ સંકટમાં લોકોની મદદ કરવા માટે બનાવવામાં આવ્યુ હતુ પરંતુ યુપીએ કાર્યકાળમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને રૂપિયા દાન કરવામાં આવી રહ્યા હતા.
પીએમએનઆરએફના બોર્ડમાં કોણ બેઠુ હતુ? સોનિયા ગાંધી. આરજીએફના અધ્યક્ષ કોણ છે? સોનિયા ગાંધી. ભારતના લોકોએ પોતાના સાથી નાગરિકોને જરૂરિયાતમંદના સમયે મદદ કરવા માટે પોતાની મહેનતની કમાણીને પીએમએનઆરએફમાં દાન કર્યુ હતુ. આ સાર્વજનિક ધનને પરિવાર ચલાવવા સંચાલિત એક ફાઉન્ડેશનમાં હસ્તાંતરિત કરવા ના માત્ર એક સંગીન છેતરપિંડી છે પરંતુ ભારતના લોકોને એક મોટો દગો પણ આપ્યો છે.
ભાજપના પ્રશ્નો પર કોંગ્રેસ પાર્ટીએ કહ્યુ હતુ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને વર્ષ 2005-06માં PMNRF થી 20 લાખ રૂપિયાનુ સામાન્ય ફંડ મળ્યુ હતુ. જેનો ઉપયોગ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં રાહત કાર્યોમાં ખર્ચ કરવામાં આવ્યો. આ સિવાય PMNRFથી કોઈ રૂપિયા મળ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.