ભરૂચના બે ભાજપી ધારાસભ્યોએ પણ હવે સરકારી અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. જીએનએફસીના એમ.ડી. વિરુદ્ધ સીએમ રૂપાણીને બન્ને ધારાસભ્યોએ પત્ર લખી રજુઆત કરી છે. જીએનએફસી કૌભાંડની શક્યતા દર્શાવી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સીએમને લેખિતમાં રજુઆત કરી છે. સાથે જ ભોપાલકાંડ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી પણ આશંકા વ્યક્ત કરી છે.
હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. બંને ધારાસભ્યોએ જીએનએફસીના વહીવટ સામે સીએમ વિજય રૂપાણીને પત્ર લખતા ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે બંને ધારાસભ્યો એ સરકાર કે પક્ષ સામે નારાજગી ન હોવાનો દાવો કર્યો છે. દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રાણાએ જીએનએફસીમાં મોટું કૌભાંડ થયું હોવાની આશંકા સેવી છે. તેમજ જીએનએફસીનો માકેટ કેપ 75 ટકા ઘટ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અરૂણસિંહે જીએનએફસીના એમડી સરમુખત્યારશીહીની જેમ વર્તતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ જીએનએફસીના નીમ પ્રોજેક્ટની નિષ્ફળતા પાછળ અણધડ વહીવટ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો. સાથે સ્થાનિકોને રોજગારી સહીતના પ્રશ્નો અંગે સીએમ રૂપાણીને રજૂઆત કરી. ભરૂચના બંને ધારાસભ્યોએ આ મુદ્દે છેલ્લા બે ત્રણ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે. છતાંય કોઈ કાર્યવાહી ન થતા હવે સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. જોકે તેમણે સરકાર કે પક્ષ સામે નારાજગી ન હોવાનો પણ દાવો કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.