છેલ્લા કેટલાય સમયથી પોતાનો રાજકીય રોટલો શેકી વર્ચસ્વ વધારવા માટે દારૂબંધીનો ઝંડો લઈને ફરતા અલ્પેશ ઠાકોરના ઘર નજીક ચાલતા દારૂના અડ્ડા પર જનતાએ કંટાળી રેડ કરતા તે ઊંઘતો ઝડપાયો હતો.
ગત રવિવારે જનતા રેડ બાદ સફાળા જાગેલો અલ્પેશ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા બુધવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને મળવા દોડી ગયો હતો.
બીજી તરફ, રાણીપમાં દેશી દારૂના અડ્ડા પર રેડમાં લાખોનો દારૂ પકડાયા બાદ ચોકી પીએસઆઇ અને ડીસ્ટાફ પીએસઆઇને સસ્પેન્ડ કરાયા છે. જોકે પીઆઇ અને એસીપી સહિતના અધિકારીઓ અને તેમના વહીવટદારોને બક્ષી દેતા ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્યમાં દારૂબંધી કરાવી અને દેખાડા પૂરતી જનતા રેડ કરી રાજકીય પ્રતિષ્ઠા મેળવનાર અલ્પેશ ઠાકોર રાણીપમાં રહે છે. દીવા તળે અંધારા જેવી સ્થિતિમાં પોતાના જ વિસ્તાર રાણીપમાં જ ધમધમતા દેશી દારૂના અડ્ડા પર રવિવારે જનતા રેડ લોકોએ કરી હતી. ઘર નજીક જ દારૂના અડ્ડા ધમધમતા હોવા છતાં અલ્પેશ ઠાકોર ઊંઘતો ઝડપાયો હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.