સ્કૂલ-કૉલેજો સિવાય હોટલ, રીસોર્ટ, બીચ, સિનામાગૃહ બધું ખૂલી ગયું છેઃ બધાના રોજગાર પણ ચાલુ છે નુક્સાન માત્ર વિદ્યાર્થીઓને થઇ રહ્યું છે
સ્કૂલો શરૃ કરવાની વાત નકારાતા શિક્ષક આલમમાં રોષ
કોરોનાના કેસો ઘટતા એકવાર ફરી સ્કુલ કોલેજ શરૃ થવાની ઉડેલી વાતોને શિક્ષણમંત્રીએ નકારી કાઢતા જ સોશ્યલ મીડીયામાં શિક્ષક આલમ દ્વારા રોષ વ્યકત કરાઇ રહ્યો છે કે કોઇને ખબર હોય તો સમજાવે કે રાજકીય રેલીમાં કેમ કોરોના નથી ફેલાતો. માત્ર સ્કુલ કોલેજમાં જ કેમ ફેલાઇ છે ?
શિક્ષક આલમ વ્યથા ઠાલવે છે કે ૧૬ રાજયોમાં શાળા કોલેજ ફરી શરૃ થઇ ગઇ છે. ખબર નહીં ગુજરાતમાં શાળા કોલેજ ક્યારે શરૃ થશે ? આજનો વિદ્યાર્થી દેશનું આવતીકાલનું ભવિષ્ય છે. એક વાત જાણી લો જેમને કોરોના થવાની સંભાવના છે, તેવા ૫૦ વર્ષથી વધુ વયના લોકોનો વેકિસનેશનનો સર્વે ચાલુ છે. તેમાંથી મોટા ભાગના લોકો કહેવુ એમ છે કે તે વેકસીન લેવા નથી માંગતા. તો સરકાર શુ કરશે ? દિવાળી પહેલા સ્કુલો ખોલવાની વાત હતી. પરંતુ દિવાળી રજામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોટલ, રિસોર્ટ, બીચ, ગાર્ડન, રોપવે બધી જ જગ્યાએ ટોળાને ટોળા ભેગા થયા અને અંતે કોરોનાના કેસો વધતા ફરી સ્કુલો ખુલી શકી નથી. તમામ જગ્યાએ ભીડ ઉમટી પડતા એ બધાનું શુ બગડયુ ? તેના ધંધા રોજગાર તો ચાલુ છે. નોકરી કરનારનો પગાર ચાલુ છે. દેશમાં બધુ ખુલ્લુ છે. બગડયુ તો માત્ર વિદ્યાર્થીઓનું. હવે ફરીથી કેસો ઓછા થતા સ્કુલો શરૃ થવાની થઇ રહેલી વાતો વચ્ચે ફરી એકવાર નાતાલ, ૩૧ મી ડિસેમ્બર, ઉતરાયણ આવશે અને કેસો વધશે અને સ્કુલો નહીં શરૃ થાય… સૌથી મહત્વની વાત તો એ છે કે કોઇને ખબર હોય તો સમજાવે કે રાજકીય રેલીમાં કેમ કોરોના નથી ફેલાતો માત્ર સ્કુલ કોલેજમાં જ કેમ ફેલાય છે ? તેવો વેધક પ્રશ્ન પણ શિક્ષકોએ કર્યો છે.
ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓ પણ સ્કુલ શરૃ થવાની રાહ જોઇ રહ્યા છે
આજનો વિદ્યાર્થી દેશનું આવતીકાલનું ભવિષ્ય છે. દેશનું ભવિષ્ય અત્યારે નિરાશા અને ડિપ્રેશન અનુભવે છે. ખાસ કરીને ધો-10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ સ્કુલો શરૃ થાય તેની રાહ જોઇ રહ્યા છે. શિક્ષકો કહે છે કે સ્કુલો શરૃ નહીં થતા જેટલા પણ વિદ્યાર્થીઓના ફોન આવે છે. તેના પરથી એવુ લાગે છે કે હવે તે ડિપ્રેશનનો શિકાર બની ગયા છે. હતાશા અને નિરાશામાં ખોવાય ગયા છે. તેમને સાંભળવાવાળુ કોઇ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.