રાજકોટ ACBમાંથી, ડી.વાઈ.એસ.પી. હિમાંશુ દોશીને બદલી કર્યાના બે મહિના પછી પણ, તપાસ આગળ વધી નથી

ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા ચોટીલા- બામણબોર રૂ.૩૦૦  કરોડના જમીન કૌભાંડમાં CM વિજય રૂપાણીએ પોતાના ચૂંટણી  અધિકારી રહી ચૂકેલા GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞોશજાની સામે   ACB તપાસને મંજૂરી આપ્યા પછી, રાજકોટ ACBમાંથી Dy.SP હિમાંશુ   દોશીને બદલી કર્યાના બે મહિના પછી પણ તપાસ આગળ વધી  નથી. ઉલ્ટાનું રાજકોટમાં નવા ઓફિસરને તપાસ સોંપ્યા પછી પણ  ઈન્વક્વાયરી પોલીસ કરે કે ACB ? એવું સરકારમાં માર્ગદર્શન  માંગીને ટાઈમપાસ થઈ રહ્યો છે.

કેટલાક સામે  લોકોના કામો નહી કરવાના આક્ષેપો છે, તો ઘણા કોર્પોરેટરો માત્ર વહીવટ જ કરતા હોવાનું ભાજપના મોટા નેતાઓના ધ્યાન પર આવ્યું છે.

ઉપરાંત અમદાવાદના મેયર સહિતના કેટલાક હોદેદારોએ ભાજપની ઈજ્જત જાય એ પ્રકારનો વાણી વિલાસ જાહેરમાં કર્યો હતો.

ભાજપની નેતાગીરી આવા તમામ કોર્પોરેટરોને રિપીટ કરવાના મૂડમાં નથી. આ હકીકત જાણી ગયેલા આવા કોર્પોરેટરોએ ચૂંટણીની જાહેરાત પહેલા જ ટિકિટ માટેનું લોબિંગ શરૂ કરી દીધું છે અને પોતાના ગોડફાધરોના પગ પકડવા અને મોટા નેતાઓની ચાંપલૂસીકરવા આવા કોર્પોરેટરોમાં હોડ લાગી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.