રાજકોટ મનપા સૂત્રોએ જણાવ્યું કે સરકારની અગાઉની સૂચના પ્રમાણે રેલવે અન એરપોર્ટ પર આવતા મુસાફરોનો આ ટેસ્ટ મંગાય છે. વાસ્તવમાં આ ગાઈડલાઈનને બાજુએ રાખીએ અને તબીબી દ્રષ્ટિએ વિચારીએ તો પણ,એક વાર કોરોના થયો હોય તેને ફરી કોરોના થવાની શક્યતા નહીવત્ હોય છે, મોટાભાગનાને થતો નથી. કોરોના રિપોર્ટ એક વાર પોઝીટીવ આવ્યો હોય પછી માણસ હરતો ફરતો થાય એનો અર્થ કે તે નેગેટીવ આવી ગયેલ છે તેથી ફરી ટેસ્ટ રજૂ કરો તે માંગણી તાર્કિક પણ નથી.
આજે કલેક્ટરે જે જાહેરનામુ બહાર પાડયું છે તેમાં આ મુદ્દે હવે ટેસ્ટ રિપોર્ટની જરૂર નહીં રહે પણ લક્ષણોવાળાએ આવવું નહીં તેવી વાત કરવાને બદલે બીજા રાજ્યોથી આવતા મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ અંગે આરોગ્ય મંત્રાલયની સૂચનાનું પાલન કરવાનું રહેશે
રાજ્યમાં અને કેન્દ્રમાં એક પક્ષની સરકાર છે અને ન હોય તો પણ બન્ને સ્થળે સરકારી બાબુઓ પાસે આદાન પ્રદાન માટે પર્યાપ્ત અને ઝડપી સંચાર સેવા છે ત્યારે આવા નિયમો પરત્વે સરકાર ત્વરિત નિર્ણય લે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.