રાજકોટમાં બેદરકારીથી થયેલા ફાયરિંગ કેસમાં PSI ચાવડાની ધરપકડ,મોતનો ગુનો દાખલ થશે

  • રાજકોટ શહેરમાં એક ઘટનામાં એ ડિવીઝન પોલીસમથકના પી.એસ.આઈ. પી.પી. ચાવડાના હાથે જ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી એસ.ટી.પોલીસ ચોકીમાં જ ફાયરીંગ થતા મવડી વિસ્તારના અંકુર રોડ પર આવેલી વૃદાવન સોસાયટી-રમાં રહેતા સ્પા સંચાલક હિમાંશુ દિનેશભાઈ ગોહેલનું મોત નિપજ્યાની ઘટના ઘટતા પોલીસબેડામાં દોડધામ થઈ પડી હતી. તો આ મામલે પોલીસે મોડીરાત્રે PSI ચાવડાની ધરપકડ કરીને A ડિવિઝન પોલીસે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો. સાથે જ પી.એસ.આઇ ચાવડાની સર્વિસ રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે.

 

ઘટનાની વાત કરીએ તો, યાજ્ઞિકરોડ પર પ્રમુખ સ્વામી આર્કેડ બિલ્ડીંગમાં સ્પા ચલાવતો હિમાંશુ ગોહેલ બિલ્ડીંગ નજીક જ ૩૦૦ મીટર જેવા અંતરે આવેલી એસ.ટી.બસ સ્ટેશનની અંદર જ આવેલી પોલીસ ચોકીએ પી.એસ.આઈ. ચાવડાને મળવા માટે ગયો હતો. એ સમયે અચાનક જ પીએસેઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયર થતા ગોળી સામે રહેલા હિમાંશુના માથા પર ખુંપી ગઈ હતી અને હિંમાશું ત્યાં જ ઢળી પડયો હતો. હોસ્પિટલે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.