સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ એડવોકેટ ક્લબ યુવીના ચેરમેન મહેન્દ્ર ફળદુનો આપઘાત કર્યો છે મહેન્દ્ર ફળદુ UV ક્લબ સંસ્થા સાથે સંકળાયેલ હતા.અને કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ પ્રેસને આજે સવારે 11:18 કલાકે માહિતી મોકલી અને ત્યારબાદ 150 ફૂટ રીંગ રોડ પર આવેલ નક્ષત્ર બિલ્ડિંગમાં 5 માં માળે કલ્પતરુ પ્રોપર્ટીની ઓફિસમાં આપઘાત કર્યો. કમલેશ મીરાની સહિતના અનેક આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા તેઓ ક્લબ યુવી, ઉમિયા માતાજી મંદિર – સિદસર, સરદારધામ, VYO હવેલી, જેવી સંસ્થામાં જવાબદારી સંભાળતા હતા .
આત્મહત્યા કરતા પેહલા પ્રેસને સુસાઈડ નોટ લખી અને જાણો શું લખ્યું છે સુસાઈડ નોટ તેમણે તમામ પ્રેસને સુસાઈડ નોટ લખી મોકલી તેમાં એડવોકેટ મહેન્દ્ર ફળદુએ ઉલ્લેખ કર્યો છે કે “હું મહેન્દ્ર ફળદુ આ સાથેની પ્રેસ નોટ મુજબ આત્મહત્યા કરી રહ્યો છું
આ માટે ટસ્કની – ઓઝોન ગ્રૂપ જ જવાબદાર છે.અને મારી ૩૩ કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી.
મારા ગ્રૂપના સીતેર કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ,અતુલ મહેતા અને અમદાવાદ લોકો જ જવાબદાર છે. મને ખુબજ હેરાન કરેલ છે. મારા ઉપર ફરિયાદો કરે છે, ધમકીઓ આપે છે,અને મને મારવા માટે દવા પીવા માટે આ લોકો જ જવાબદાર છે મારું અને મારા પરિવારનો હવે વિશ્વાસ આપ પ્રેસ ઉપર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.