ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિનાની વાર છે એ પહેલાં રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે અને વોર્ડ નં-13ના પૂર્વ મહિલા કોર્પોરેટર વ્હોટસએપ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા છે અને નિકાલ નહીં આવે તો અન્ય પાર્ટીમાં જોડાવવાની ચિમકી પણ આપી છે. એની સાથે રાજકોટના રાજકારણમાં એ બાબતે પણ ગરમાટો આવી ગયો છે કે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસાવા પાર્ટી છોડી રહ્યા છે અને તેઓ પણ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા છે. જો કે વસોયાએ આ બાબતે કહ્યું કે આ માત્ર અફવા છે હું કોંગ્રેસ છોડવાનો નથી.
ગુરુવારે રાજકોટમાં રાજકારણ ગરમા ગરમ રહ્યું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર વ્હોટસએપ ગ્રુપમાંથી નિકળી ગયા છે અને તેમણે કહ્યું છ કે પ્રદેશના સિનિયર નેતાઓને નારાજગી બાબતે રજૂઆત કરશે અને જો નિકાલ નહીં આવે તો અન્ય પાર્ટીમાં જોડાઇ જઇશ અને મહિલા કોર્પોરેટરની બબાલ ચાલતી જ હતી તેમાં કોંગ્રેસના રાજકોટના ધારાસભ્ય લલિત વસોયા પણ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાની ચર્ચાએ ભારે હોબાળો મચાવ્યો હતો.
જોકે, આ સવાલ પર લલિત વસોયાએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં આ તમામ વાતો નકારતા જણાવ્યું કે, આવું કાંઇ નથી, હું કોઇપણ કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ નથી થયો અને આ કોઇનું કારસ્તાન છે. વસોયાએ તો આ બાબતે મીડિયા પર આક્ષેપ મુકી દીધો હતો અને કહયું હતું કે કોઇક મીડિયાના મિત્રએ આવું કર્યું હોય શકે. બાકી કોંગ્રેસ કે બીજી કોઇ જગ્યાએ મારી કોઇની સાથે દુશ્મની નથી.
લલિત વસોયાએ કહ્યું મને કોઇ જાણી જોઇને બદનામ કરવા માટે આવા સ્ક્રીન શોટ ફરતા કરી રહ્યાં છે અને જો આમાંથી એકપણ વાતની ખરાઇ કરી બતાવે તો હું સોગંધ ખાઇને કહું છું કે, હું ધારાસભ્યના પદેથી રાજીનામું આપી દઉ. આ મને બદનામ કરવા માટેની અફવા જ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.