દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ગુજરાતમાં વધુ 3 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અત્યાર સુધી કોરોનાના 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જામનગરની લેબમાં રાજકોટના 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. તો દેશભરમાં કોરોના વાયરસના 724થી વધુ કેસ નોંધાયા છે.
રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી
આજે જામનગરની લેબમાં આજે કુલ 18 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના 11 સેમ્પલ, પોરબંદર જિલ્લાના 4 સેમ્પલ, જામનગરના 2 સેમ્પલ અને મોરબીમાંથી 1 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 15નો રિપોર્ટ નેગેટિવ અને 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 37 વર્ષના બે પુરૂષ અને 35 વર્ષિય મહિલાના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
ગુજરાતમાં કોરોના પીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 47 કેસ પોઝિટિવ છે. જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 8 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.