રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તપાસ બાદ કુલ 26 દિવસ પછી પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે આ કમિશન કાંડમાં જોડાયેલા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના પોલીસ ઉચ્ચ અધિકારી મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરાઈ છે.અને જિલ્લા પોલીસવડાની પરવાનગી વગર હવે તેઓ જૂનાગઢ છોડી શકશે નહીં.
આ ઉપરાંત, અપ્રમાણસર મિલકત અંગે પણ કાયદેસરની તપાસ શરૂ થશે. મનોજ અગ્રવાલ સાથે કમિશનકાંડમાં રહેલા ઇન્સ્પેક્ટર સબ-ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનર તોડબાજી કરતા હોવાનો લેટરબોમ્બ ફોડ્યા બાદ ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. અને આ પછી તપાસ શરૂ થતા ગાંધીનગર CID ટીમે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ધામા નાંખ્યા હતા.
તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક તપાસ કમિટી નીમી વ્યક્તિગત તપાસ શરૂ કરાઈ હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રીપોર્ટ ગૃહવિભાગને રજૂ કર્યો હતો. એ પછી તા. 1 માર્ચના રોજ મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી હતી. તા. 10 ફેબ્રુઆરીના રોજ મનોજ અગ્રવાલની ગાંધીનગર ખાતેથી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં રૂ. 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય તરફથી પૂછપરછ કરાઈ હતી. એ પછી હવે મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. અને રાજકોટ પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યાઓ માટે વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ખુરશીદ અહેમદને સોંપાયો છે.
તેમને સ્પેશિયલ કમિશનર વહીવટ, ટ્રાફિક તથા ક્રાઈમને હાલની ફરજ ઉપરાંત અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી ચાર્જ સોંપાવમાં આવ્યો છે. જોકે, તપાસનો સમયગાળો લંબાતા એવું લાગી રહ્યું હતું કે, કોઈ પગલાં નહીં લેવાય પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI વિરલ ગઢવી અને PSI એસ.બી.સાખરા તથા કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને જોકે, આ લેટરબોમ્બ સામે આવ્યા બાદ રાજકોટ પોલીસ સામે ફરિયાદનો રાફડો ફાટ્યો હતો. હવે જૂનાગઢ એમની બદલી કરી દેવામાં આવી છે. જૂનાગઢમાં પણ તેઓ જિલ્લાપોલીસ વડાની જાણકારી વગર ક્યાંય જઈ શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.