રાજકોટ જિલ્લો રહેશે વરસાદી નુકશાનીની સહાયથી વંચિત: કોઈ તાલુકામાં નુકશાન ન હોવાનું તંત્રનું તારણ

દર વર્ષે સરકાર દ્વારા ગુજરાતના જિલ્લામાં વરસાદને કારણે થતા નુકસાનને પહોંચી વળવા સહાય આપવામાં આવે છે. આ વખતે પણ અનેક જિલ્લામાં સહાય જાહેર કરી છે ત્યારે આ વખતે રાજકોટ શહેર તથા જિલ્લામાં કોઈ પણ સહાય આપવામાં આવશે નહિ. આ વખતે રાજકોટ શહેર તથા જિલ્લો વરસાદી નુકશાનની સહાયથી રહેશે વંચિત. વરસાદથી આ વખતે રાજકોટ શહેર તથા જિલ્લામાં કોઈ પણ નુકશાન ન થવાનું તારણ નીકળતા સહાય આપવામાં આવશે નહિ. ચાલુ વર્ષે પડી રહેલા વરસાદથી અનેક જિલ્લાઓમાં વરસાદી તારાજીથી પ્રભાવિત થયાં છે. ઘણાં જિલ્લાઓમાં આ વરસાદી તારાજીથી મકાન, ઝૂંપડાઓને નુકશાન થવા પામ્યું છે તો ઘણાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ અને જાન માલને નુકશાની થવા પામી છે. પરિણામે વરસાદી તારાજીથી પ્રભાવિત થયેલ જાન માલની નુક્શાનીના વળતર પેટે સરકાર તરફથી સહાય આપવાનું શરૂ કરાયું છે. સરકારી એજન્સીઓ દ્વારા જે વિસ્તારમાં જાન માલને નુકશાન થયેલ છે તેનો સર્વે કરાવી સહાય મળવા પાત્ર છે. ચાલુ સીઝનમાં રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે, પરંતુ નુકશાની થાય એવું કંઈ નહીં નોંધાવાને કારણે સરકાર તરફથી મળવા પાત્ર સહાય રાજકોટ જિલ્લાને મળી શકશે નહીં.આમ, રાજકોટ જિલ્લામાં વરસાદી નુક્શાનીનું વળતર મળશે નહીં.
અલબત્ત સહાયથી કોરો રહેશે. અષાઢીબીજથી સૌરાષ્ટ્રમાં મેઘસવારી આવી પહોંચી હતી. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ચોમાસુ પાકને ભારે નુકશાન થયુ હોય સરકારે સરવે કરાવી સહાય ચૂકવાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ રાજકોટ જિલ્લામાં કર્યાંય ભારે વરસાદ કે પુરનાં પાણીથી નુકશાન થયું હોવાનાં કોઈ પ્રાથમિક અહેવાલ ખેતીવાડી વિભાગને મળ્યા નથી. જામકંડોરણા, ઉપલેટા સહિતનાં તાલુકામાં પૂરના પાણી ખેતરોમાં ઘુસ્યા હતા.રાજકોટ જિલ્લામાં ઉપલેટા સહિત ડેમો ઓવરફલો થવાથી અને ભારે વરસાદથી જામકંડોરણા અને ધોરાજી તાલુકામાં થોડું નુકશાન નોંધાયું છે. અનેક વિસ્તારોમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા પરંતુ કોઈ તાલુકા માંથી નુકશાનનાં અહેવાલ ન હોવાનુ જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યુ હતુ. પ્રાથમિક અહેવાલ મુજબ દરેક તાલુકા માંથી વિગતો આંકડાઓ મેળવવામાં આવ્યા છે. જો કે ખેડૂત આગેવાનો કેટલાક વિસ્તારમાં નુકશાન થયાનો દાવો કરી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.