વાંકાનેરમાં એક હોમિયોપેથિક મહિલા તબીબે ગળે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. એક શિક્ષિત પરિવારની મહિલાના આત્યાંતિક પગંલાને કારણે અનેક સવાલો ઉભા થયા છે અને આપઘાત કરનાર મહિલાના પરિવારે આરોપ મુક્યો છે કે તેમની પુત્રીના સાસરિયાઓ ભારે ત્રાસ આપતા હતા અને દિયર ગાંળો ભાંડતો હતો એટલે આ પગલું ભર્યું છે.અને મહિલાના પિતાએ પોતાના જમાઇને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે.
ભલે જમાનો ગમે તેટલો સુધર્યો હોવાનો આપણે દાવો કરીએ. ભલે આપણે મહિલાઓને સન્માન આપવાની વાતો કરતા રહીએ પણ આજે પણ સમાજમાં અનેક પરિવારો એવા છે જેમના વર્તનને કારણે મહિલાઓએ જીવન ટુંકાવવા જેવા પગલાં ભરવા પડે છે. તેમજ પિયર અને સાસરા બનેં એવા શિક્ષત પરિવારની મહિલાએ 10 વર્ષની લગ્ન જીવન પછી આત્મહત્યા કરી લીધી છે એ વાત ચોંકાવનારી છે.
વાંકાનેરમાં રહેતી 34 વર્ષની હોમિયોપેથિક ડોકટર જાનકી વોરાએ ફાંસો ખાઇ લીધો છે. જાનકીના લગ્ન રજનીક વોરા સાથે થયા હતા. રજનીક વોરા વાંકાનેરની પીરમસાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ છે. બનેંના લગ્ન જીવનના 10 વર્ષમાં તેમની એક બાળકી છે જે 5 વર્ષની થઇ છે.અને જાનકીના પિતા મનસુખભાઇ ઘોરવડિયા રાજકોટની હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગના તબીબ છે. જાનકી હોમિયોપેથિકની તબીબ હતી પરતું પ્રેકટીસ કરતી નહોતી અને ઘર સંભાળતી હતી.
જાનકીના મૃતદેહને પોલીસે ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આપઘાતના સમાચાર સાંભળીને સિવિલ પહોંચેલા જાનકીના માતા લતાબેનને હૈયાફાટ રુદને હોસ્પિટલને હચમચાવી નાંખી હતી.અને લતાબેને આરોપ મુક્યો હતો કે મારી દીકરીને તેના સાસરીયાઓ 10 વર્ષથી ત્રાસ આપતા હતા અને તેનો દિયર બેફામ ગાળો આપતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.