રાજકોટ મધ્યસ્થ જેલમાં 23 કેદીઓનો કોરોના રિપોર્ટ એકસાથે પોઝિટિવ આવતા ચકચાર, અન્ય કેદીઓ અને સિપાહીઓનો પણ રિપોર્ટ કરાશે

રાજકોટની મધ્યસ્થ જેલના 23 કેદીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જેલમાં બંધ અન્ય કેદીઓ અને જેલના સિપાઈઓમાં કોરોનાનો ભય પ્રસરી ગયો છે. રાજકોટમાં પણ હવે કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે કોરોના પોઝીટીવ કેદીઓને આઈસોલેટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમીત 23 કેદીઓના સીધા સંપર્કમાં આવનારા અન્ય કેદીઓ અને જેલના સિપાઈઓના કોરોના ટેસ્ટ કરાશે. અત્રે જણાવવું જરૂરી છે કે આ પૂર્વે વડોદરામાં પણ જેલમાં બંધ કેદીઓ પૈકી કેટલાક કેદીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.