રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી,CM રૂપાણી રાજકોટ ખાતે કરશે મતદાન

CM રૂપાણી રાજકોટ ખાતે મતદાન કરશે. સાંજે 5 વાગે રાજકોટ મતદાન કરશે. PPE કીટ પહેરી કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે અને આ માટે UN મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ પહોંચશે.

પડધરી તાલુકાના ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ સહ પરિવાર રૈયા રોડ પર આવેલી અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. રાજકોટમાં કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર અશોક ડાંગરે મતદાન કર્યું હતું.

રાજકોટમાં કુલ 293 ઉમેદવારોન મેદાનમાં છે.  રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ, APP, NCP, BSP મેદાનમાં છે જ્યારે રાજકોટમાં ભાજપે 72 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જેમાંથી કોંગ્રેસના 70, AAPના 72, અપક્ષ, NCP સહીત 293 ઉમેદવારો છે .

રાજકોટમાં 991 મતદાન બૂથ પર થશે મતદાન 

  • 6 વોર્ડના મતદાન મથકોએ 1-1 EVM
  • 12 વોર્ડના મતદાન મથકોમાં 2-2 EVM
  • મતદાન મથકોમાં 5900 કર્મચારીઓ તૈનાત
  • રાજકોટમાં 19 મતદાનમથકો અતિ સંવેદનશીલ
  • રાજકોટમાં 297 સંવેદનશીલ મતદાન મથકો

કોરોનાના દર્દી પણ કરી શકશે મતદાન

  • કોરોનાને લઈ બૂથ પર PPE કીટની વ્યવસ્થા
  • કોવિડ દર્દીઓ છેલ્લા એક કલાકમાં મતદાન કરી શકશે
  • જે કોવિડ દર્દીએ નોંધણી કરાવી હશે તે જ મતદાન કરી શકશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.