રાજકોટ મહાનગરપાલિકાના મેયર આજે થશે જાહેર,ચૂંટણીમાં ભાજપને મળી છે સ્પષ્ટ બહુમતી

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે હવે મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર ચર્ચાઓ તેજ ચાલી રહી છે

મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ કમિટી ચેરમેન તરીકેની નિયુક્તિનુ કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે રાજકોટના નવા મેયર કોણ સહીતની રાજકીય ઉત્તેજના તેજ બની છે મહાનગરપાલિકાના ભૂતકાલના ઇતિહાસમા ગાજેલા નામો છેલ્લી ધડી એ કપાયા છે ત્યારે આવા અપસેટ વચ્ચે કોના કોના નામ પદ માટે ચર્ચામાં છે.

  • મેયર પદે ડૉ. અલ્પેશ મોરઝરીયા, પ્રદીપ ડવનું નામ ચર્ચામાં
  • હિરેન ખિમાણીયા, નિલેશ જલૂ, નરેન્દ્ર ડવનું નામ પણ ચર્ચામાં
  • ડેપ્યુટી મેયર પદે મહિલાને સ્થાન અપાઈ શકે છે
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દેવાંગ માંકડ, નેહલ શુક્લનું નામ ચર્ચામાં

સ્ટેન્ડીગ માં દેવાંગ  માંકડ  નેહલ શુકલ ના નામ ચર્ચા માં
– રાજકોટ મનપા માં અગાઉ ગાજેલ નામો છેલ્લી ધડીએ કપાયા છે તે ઇતિહાસ છે
– રાજકોટ મનપા ના સુકાનીઓ માં ભાવનગર વાળી નહિ થાય તેની પણ ભારે ચર્ચા

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.