શું ટ્રાફિકનાં દંડ (Traffic fine) માત્ર સામાન્ય જનતા માટે જ છે? નેતાઓને આ દંડમાંથી છૂટકારો મળે છે? આ સવાલો થાય કારણકે રાજકોટનાં (Rajkot) મેયરે (Mayor) પોતાની કારનો 400 રૂપિયાનો ઇમેમો (E-Memo) 10 મહિનાથી ભર્યો નથી. બીજી તરફ શાસક પક્ષનાં નેતાએ દોઢ મહિનામાં એક જ નિયમ ત્રણ વખત ભંગ કર્યો છે. તેમને પોલીસે ત્રણવાર નિયમ ભંગનો 700 રૂપિયાનો ઇમેમો ફટકાર્યો છે. પરંતુ તેમણે પણ આ મેમા ભર્યા નથી.
મેયરે 400 રૂપિયાનો મેમો ભર્યો નથી
શહેરનાં મેયર બિનાબેન આચાર્યની કારે ડૉ.યાજ્ઞિક રોડ પર બે વખત વનવેમાં જઇને નિયમ ભંગ કર્યો છે. તે માટે તેમને પહેલીવાર 100 રૂપિયા અને બીજીવાર 300 રૂ.નો એમ થઇને કુલ 400 રૂપિયાનાં મેમા આપ્યાં છે. તે છતાં તેમણે અત્યાર સુધી આ મેમા ભર્યા જ નથી.
આ સાથે શાસકપક્ષનાં નેતા તો મેયર કરતા પણ ચઢિયાતા નીકળ્યાં. તેમણે દોઢ મહિનામાં એક જ નિયમ ત્રણવાર ભંગ કર્યો. જેનો 700 રૂપિયાનો ઇમેમો તેમણે ભર્યો જ નથી. જો શહેરનાં પ્રથમ નાગરિક જ ટ્રાફિકનાં નિયમો ન પાળતા હોય તો પ્રજા ટ્રાફિકનાં નિયમો પાળે તેવી આશા ન રખાય. જોકે આ સમાચાર પ્રકાશમાં આવતા રાજકોટવાસીઓ પણ રોષમાં આવી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.