રાજકોટમાં મેડિકલની દુકાનના વેપારી પણ પૈસા કમાવા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દે છે. રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી દવા લઈ તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા
News Detail
રાજકોટમાં વેપારીઓ પૈસા કમાવા ખાણીપીણીની વસ્તુમાં ભેળસેળ તથા અખાદ્ય વસ્તુ વેચતા પરંતુ હવે તો રાજકોટમાં મેડિકલની દુકાનના વેપારી પણ પૈસા કમાવા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી દે છે. રાજકોટ મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી દવા લઈ તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મલ્ટી વિટામીન તથા સપ્લીમેન્ટ ટેબ્લેટના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. કુવાડવા રોડ પર રણછોડદાસજી બાપુ આશ્રમની સામે મુરલીધર ચેમ્બરમાં આવેલા જીતેશ મેડિકલ સ્ટોર્સમાંથી જીંકોવીટ મલ્ટીવિટામીન, મલ્ટી મિનરલ્સ ટેબ્લેટના નમૂના લેવામાં આવ્યો હતો. જ્યારે લીંબડા ચોકમાં આલાપ બિલ્ડીંગમાં યશ એન્ડ યશ ફાર્મામાંથી ઓક્સિરેટ સપ્લીમેન્ટ ટેબ્લેટના નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે લીંબડા ચોક, ચૌધરી હાઇસ્કૂલ રોડ, કસ્તૂરબા રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની ૧૫ દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઠંડા-પીણા, મિઠાઇ, દૂધ, ડેરી પ્રોડક્ટ અને ખાદ્ય સામગ્રી સહિત ૧૦ નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. વિનોદ મેડિસીન્સને ફૂડ લાઇસન્સ અંગે તાકિદ કરવામાં આવી હતી. રસિકભાઇ ચેવડાવાળા, જોકર ગાંઠીયા, મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા, સિકંદર શીંગ, રાધે-ક્રિષ્ના ફાસ્ટ ફૂડ, સંતોષ નાસ્તા સેન્ટર, ડી.કે. એન્ટરપ્રાઇઝ (અમૂલ પાર્લર), ગુરુકૃપા પેંડાવાળા, કચ્છ-ખાવડાવાળા સ્વીટ એન્ડ નમકીન, ડેઝર્ટ ડેન, રાજપેલેસ કોલ્ડ્રીંક્સ, યુફ્રેશ, પ્રભુકૃપા ફૂડ ઝોન એન્ડ આઇસક્રીમ અને બજરંગ પાન એન્ડ કોલ્ડ્રીંક્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.