રાજકોટમાં વરસાદી પાણીને લીધે તમામ રસ્તાઓ બિસ્માર બની ગયા છે ખાડાનગરી બની ગયેલ રાજકોટમાં ખરાબ રસ્તાને લીધે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.
આજી ડેમ ચોકડી નજીક પ્રમુખરાજ કંપનીની ટ્રાવેલ્સ બસ પસાર થતી હતી ત્યારે બિસ્માર રસ્તામાં પડેલા મોટા ગાબડાંઓમાં બસના એક સાઈડના ટાયર ખુંચી ગયા હતા જેથી ટાયર ખુંપી જતા બસ એક તરફ નમી ગઈ હતી જેને પગલે અંદર બેઠેલા મુસાફરોના શ્વાશ અધ્ધર થઈ ગયા હતા અને જયારે બાજુમાંથી પસાર થતા વાહનચાલકો ઉપર પણ જો બસ ખાબકી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ નશીબજોગે બસ ખાડામાં જ ખુંચી જતા અકસ્માત અટક્યો હતો અને એક મોટી દુર્ઘટના ટળી હતી…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.