કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાંથી આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આજે શ્રમિકો પોતાના વતન જવા માટે જીદે ભરાયા છે, ત્યારે શ્રમિકો આજે ઉગ્ર બન્યા છે. રાજકોટના ગોંડલ ચોકડી પાસે શ્રમિકોએ હોબાળો કરીને બેરિકેટ ઉંધા પાડી દીધા હતા. એટલું જ નહીં, અનેક જગ્યાએ તોડફોડના અહેવાલો પણ મળી રહ્યા છે.
રાજકોટના ગોંડલમાં શ્રમિકો ઉગ્ર બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાનું આશ્વાસન આપીને શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. હવે વતન જવાની જીદ પર અડગ થયા છે. પોલીસને જાણ થતા દોડી આવી હતી અનો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મજૂરો માનતા નથી.
પોલીસને પણ ચિમકી ઉચ્ચારી હતી કે, અમને તાત્કાલિક અમારા વતન મોકલો નહીંતર ચાલવા લાગીશું. જો કે પોલીસે સમજાવટ બાદ સૌ શાંત થયા હતા અને પોતાના નામ અને કેટલા વ્યક્તિઓને ક્યાં જવું છે તેનું લીસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જો કે ગઈકાલે કલેક્ટરે પણ જાહેરાત કરી હતી કે ટ્રેન દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે લોકો શાંતિ રાખે અને તંત્રને સાથે આપે. કલેક્ટર કચેરીએ પણ પરપ્રાંતિયોના ટોળા ઉમટ્યા છે. વતન જવા માટે ફોર્મ લેવા શ્રમિકો ઉમટ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમા રહેતા પરપ્રાંતીય કારીગરોને પોતાના વતન જવાની છૂટ આપવામમાં આવી છે. જયારે યુપી, બિહાર અને ઝારખંડના કામદારો માટે હજી સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 70થી 80 કામદારોએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ સાથે કામદારોએ સ્થાનિક રાજકીય નેતાઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.