રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, વોટ્સએપનાં સ્ટેટસમાં એવી ભાવુક પોસ્ટ હતી કે…

રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. પોલીસકર્મીએ પોલીસ હેડ ક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસકર્મીએ પોતાની પત્ની રૂમમાં સૂતી હતી ત્યારે તે પોતાના રૂમમાંથી બાહર હોલમાં આવ્યો હતો અને તેને આપઘાત કર્યો હતો. પોલીસકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસના કારણે પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશનમાં આશિષ દવે કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેઓ સરકાર તરફથી મળેલા હેડ ક્વાર્ટરના ઘરમાં રહે છે. પરંતુ ગઈકાલે સાંજે પોતાની પત્ની રૂમમાં સૂતી હતી ત્યારે તે પોતાના રૂમમાંથી બાહર હોલમાં આવીને પોલીસ હેડ ક્વાર્ટરના ઘરમાં જ પંખામાં દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. આ ઘટનાથી પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી.

આ ઘટનામાં પોલીસકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પતિ-પત્ની વચ્ચેનો ગૃહ ક્લેશ કારણભૂત હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ પોલીસકર્મીના મૃતદેહને પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાદ જ મોતનું અસલી કારણ સામે આવશે. આ ઘટનામાં રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.