રાજકોટ પુરવઠા અધિકારીના ઉદ્ધતાઈ ભર્યા વર્તનનો કિસ્સો સામે આવ્યો છે. રાજ્ય વ્યાપી પુરવઠા કૌભાંડના અંગે પત્રકારોએ સવાલ પૂછતાં જ પુરવઠા અધિકારી પૂજા બાવડા મીડિયા સામે ભડકી ગયા હતા. મીડિયાના કેમેરા સામે અધિકારી બાવડાની ગેરવર્તણૂકનો વીડિયો સામે આવ્યો છે. પૂજા બાવડાએ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરી બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં આચરાયેલા કૌભાંડ થયું છે. ફિંગર થમ્બ ઇમ્પ્રેશન લીધા વગર બારોબાર અનાજ વેચી દેવાના મામલે રાજકોટની સસ્તાની અનાજની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટરે વધુ ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ મુદ્દે પત્રકારો સાથે વાતચીત કરવા માટે રાજકોટના પુરવઠા અધિકારી પાસે પત્રકારો પાસે ગયા હતા ત્યારે પુરવઠા અધિકારી પુજા બાવડાએ ગેરવર્તણૂક કરી હતી. પત્રકારોએ સવાલો પૂછ્યા ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે ‘સવાલ પૂછવા હોય તો ઓફિસની બહાર નીકળી જાવ, અવાજ નીચે રાખવાનો નહીંતર બહાર કાઢી મૂકવામાં આવશે’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.