રાજકોટ શહેરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા બન્ને કારમાં માસ્ક વીના નીકળતા કિશાનપરા ચોક નજીક મહિલા પોલીસે અટકાવ્યા હતા. રિવાબાએ મહિલા પોલીસ સાથે માથાકૂટ કરી રોફ જમાવતા મહિલા કોન્સ્ટેબલ બેશુદ્ધ બની જતા તાત્કાલીક સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
સમગ્ર ઘટનાની પોલીસના સૂત્રોની વિગતો મુજબ દંપતી કારમાં નીકળ્યું હતું. મહિલા પોલીસે માસ્ક ડ્રાઈવમાં હતી એ સમયે કાર અટકાવી હતી. રિવાબાએ માસ્ક પહેર્યું ન હોવાથી મહિલા પોલીસે દંડ બાબતે શબ્દો ઉચ્ચારતા બન્ને તરફ તડાફડી બોલી ગઈ હતી. શાબ્દિક માથાકૂટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
મહિલા કોન્સ્ટેબલ સોનલ ગોસ્વામી બેશુદ્ધ બની જતાં તાત્કાલીક યુનિવર્સિટી રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે ડીસીપી એમ.એન.જાડેજાના કહેવા મુજબ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે રોક્યા હતા. જે મુદ્દે જીભાજોડી થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.