રાજકોટવાસીઓ એ અનલોકની જાહેરાત થતાં જ 15 હજાર લોકોએ બ્યુટીપાલૅરમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું.

દુકાન ખોલવાની મંજૂરી મળી જતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. આજે સવારે 9.00 કલાકથી દુકાન શરૂ થઇ જશે. અત્યારે વેપારીઓને અડધો દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપી છે. ગુરુવારે સરકારે અનલોકની જાહેરાત થતાં રાજકોટમાં મહિલાઓએ બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ કરાવ્યાં હતાં.

15 હજારથી વધુ બુકિંગ થયાં ;  લોકડાઉનને કારણે અત્યારસુધી બ્યુટીપાર્લર પણ બંધ હતાં. બ્યુટીપાર્લર ખોલવાને મંજૂરી મળતાં ગુરુવારે સાંજે એડવાન્સ બુકિંગ થઇ ગયાં હતાં. રાજકોટમાં અંદાજિત 15 હજારથી વધુ બુકિંગ થયાં છે અને સૌથી વધુ હેર ટ્રીટમેન્ટ માટે બુકિંગ થયાં હોવાનું બ્યુટિશિયન કૃણાલભાઈ ગોહિલે જણાવ્યું હતું. ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી,લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, દીવાનપરા માર્કેટ, કોઠારિયા નાકા, સોનીબજાર વગેરે બજારો રાબેતા મુજબ ચાલુ થઇ જશે.

રાજકોટનાં બજારો સવારથી જ ખૂલશે ;     સામાન્ય રીતે રાજકોટમાં 10.00 પછી બજાર ચાલુ થતાં હતાં, પરંતુ અત્યારે સવારના 9.00થી બપોરના 3.00 સુધી દુકાનો ખોલવાની મંજૂરી મળતાં હવે રાજકોટના બજાર સવારથી જ ખૂલી જશે. બપોરના 3.00 સુધી જ દુકાન ચાલુ રાખવાની મંજૂરી મળતાં વેપારીઓ લંચ બ્રેક સમયે દુકાન બંધ રાખવાનું ટાળીને પોતાનો વેપાર ચાલુ રાખશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.