રાજકોટવાસીઓ આનંદો: જૂન સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા થશે શરૂ

રાજકોટવાસીઓ આનંદો: જૂન સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા થશે શરૂ

News Detail

રાજકોટને આગામી જૂન સુધીમા વંદે ભારત ટ્રેનની સુવિધા મળશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને મળતી નથી. ત્યારે ટૂંક જ સમયમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા વધુ ટ્રેન રાજકોટને મળશે તેવી સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જાહેરાત કરી છે. મહાનગરપાલિકા ખાતે રેલવે વિભાગ તેમજ કોર્પોરેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટને ફાટક મુક્ત કરાવવા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોર્પોરેશન અને રેલવેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે બેઠક પૂર્ણ થતા રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રવાસીઓને રેલવેની વધુ સુવિધા મળે તે માટે મેં કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે. આગામી જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા અપાવવામાં આવશે. તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને મળતી નથી. ત્યારે ટૂંક જ સમયમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા વધુ ટ્રેન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ફાળવવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે. મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, રાજકોટને ફાટક મુક્ત બનાવવું તે અમારી પ્રાથમિકતા છે. ત્યારે બેઠકમાં સાંઢીયા પુલ નવો બનાવવો માર્ગનો બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં પીડી માલવયા કોલેજ પાસે સહિતના ફાટક પાસે બ્રિજ બનાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.