રાજકોટ ગ્રામ્ય નશાની હાલતમાં હેડ કોન્સ્ટેબલ પોલીસ વાનમાં જ રંગરેલિયા કરતો….

રાજકોટ ગ્રામ્યનાં શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્ચિન નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નશાની હાલતમાં પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોનાં
હાથે ઝડપાયો હતો.

સ્થાનિક લોકોએ અશ્ચિન મકવાણાનો રંગરેલિયા કરતો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો.બાદમાં લોકોએ અશ્ચિન મકવાણાનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડયો હતો. સ્થાનિક લોકોએ રંગરેલિયા કરતાં હેડ કોન્સ્ટેબલને રંગેહાથે પકડતાં તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડયો હતો.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s

રાજકોટ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવામાં આવશે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.