રાજકોટ: રાજકોટમાં બનેલી એક ગમખ્વાર ઘટનામાં પી.એસ.આઈ.નું નિધન થયું છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એ. આઘામ પોતાના સ્કૂટર પર નિકળ્યા હતા ત્યારે સ્કૂટરને સિટી બસે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ સ્કૂટર સવાર પીએસઆઇનું નિધન થયું છે.
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચ. એ. આઘામનો બુધવારે વિકલી ઓફ હોવાથી કામ માટે બહાર નિકળ્યા હતા. રસ્તામાં સિટી બસે ટક્કર મારતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એ. આઘામ અકસ્માતનો ભોગ બન્યા હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એ. આઘામને હોસ્પિટલમાં દાખળ કરાયા હતા પણ સારવાર દરમિયાન તેમનું નિધન થતાં પોલીસ બેડામાં આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.