રાજકોટમાં 1200કરોડ રૂપિયાના ખર્ચે 750 બેડની સુવિધા ધરાવતી, એઇમ્સ હોસ્પિટલનું કરવામાં આવશે નિર્માણ

. રૂ. 1200 કરોડ રૂપિયાના ખર્ચે 750 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવશે. મલ્ટી સ્પેશ્યાલિટી અને સુપર સ્પેશ્યાલિટી સ્તરની આ આધુનિક હોસ્પિટલ બનશે, તેમજ એઈમ્સ રાજકોટનું ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવશે

CM વિજય રૂપાણીએ રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને રાજકોટ એઈમ્સની પ્રથમ બેચમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજકોટમાં પ્રતિષ્ઠિત એઈમ્સ સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના ટાર્ગેટ મુજબ વર્ષ 2021 સુધીમાં પ્રતિ 1000 વ્યક્તિએ 1 ડૉક્ટરની નિમણુક કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રતિબધ્ધ છે. કેન્દ્ર સરકાર વધુમાં વધુ એમબીબીએસની બેઠકો વધે તે દિશામાં કાર્યરત છે.

વૈશ્વિક કોરોનાની મહામારીમાં મેડીકલના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ ખુબ જ શ્રેષ્ઠ કામગીરી કરી છે. ડૉક્ટરનો વ્યસાયએ નોબલ વ્યવસાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.