રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં દાઝી જવાથી મહિલાનું મોત નિપજ્યું છે, ગઈ કાતે સાંજે 6 વાગ્યે D વિંગના છઠ્ઠા માળે આગની ઘટના સામે આવી હતી, જેમાં પતિ સહિત બે સંતાનો પણ દાઝી ગયા હતા આગની જાણ ફાયર વિભાગને ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવી લીધો હતો .
પતિ યોગીરાજી સરવૈયા, 3 વર્ષનો પુત્ર ઉર્વરાજ અને 6 વર્ષની પુત્રી કૃતિકા સરવૈયા પણ આગમાં દાઝી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પોલીસે પ્રાથમિક તપાસમાં એક્સિડેન્ટલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, મહત્વનું છે કે સારવાર અર્થે ખસેડવામાં આવેલ યોગીરાજસિંહની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ઘરમાં હતા એ સમયે બાળકો સુતા હતા અને ત્યારે આગની ઘટના બની બની હતી.
આ ઘટના સાંજના 6 વાગ્યા આસપાસ બની હતી. આ આપઘાત છે કે પછી અન્ય કોઈ કારણ છે આગ લગાવવામાં આવી તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગમાં મૃતક વર્ષાબા સરવૈયાનું દાઝી જતા તેમનું મોત નિપજ્યું છે. જ્યારે યોગીરાજસિંહ સરવૈયા સહિત બે બાળકો દાઝી જતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.