રાજકોટમાં કેન્દ્ર સરકારની યોજના હેઠળના ‘આયુષ્યમાન ભારત કાર્ડ’ કાઢી આપવાને નામે વ્યકિત દીઠ રૂ.૮૦૦ (રૂ.૩૦ ચાર્જ, ૭૦ અન્ય ખર્ચ, ૭૦૦ એકસ્ટ્રા) ના ઉઘરાણાનું કૌભાંડ ઝડપાયુ છે.
મહાપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે રવિવારે સવારે ૧૧:૩૦ કલાકે એક બોગસ કેમ્પમાં મીડિયાને સાથે રાખી લાઈવ રેડ કરતાં અફડાતફડી મચી ગઈ હતી.
વોર્ડ નં.૭ના સદરમાં આવેલી લાલબહાદૂર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના પરિસરમાં વણિક જ્ઞાતીના લાભાર્થીઓ માટે આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાનો એક કેમ્પ યોજાયો હોવાની આરોગ્ય સમિતિ ચેરમેનને ગત રાત્રે બાતમી મળતા તેમણે સરકારી તંત્રમાં તપાસ કરતા આવો કોઈ કેમ્પ સરકાર યોજતી નથી તથા આ રીતે આ કાર્ડ કાઢી આપવામાં આવતુ ન હોવાનું સામે આવતા સંબંધિત અધિકારીઓને સાથે રાખી કેમ્પ પર દરોડો પાડયો હતો.
જે સાથે કેમ્પ યોજનારાઓએ મુદામાલ સંકેલી ઉચાળા ભરવા પ્રયાસ કર્યો હતો. ટ્રસ્ટ સંચાલિત શાળાના પટાંગણમાં મંડપ, ખુરશી નાંખી કેમ્પ યોજાયો હતો અને શાળાના એક રૂમમાં લાભાર્થીઓના લેપટોપની મદદથી ફિંગરપ્રિન્ટ લઈ કાર્ડની પ્રક્રિયા કરાતી હોવાનું સ્થળ તપાસમાં સામે આવ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.