રાજકોટમાં સટ્ટાબજારમાં ભાજપને, 43 બેઠકોનુ અનુમાન

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો અને 41.75 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે ત્યારે સટ્ટા બજારમાં પણ મતદાન બાદ ભાવમાં વધઘટ થઇ રહ્યા છે.

ભાજપને 43 બેઠકોનુ અનુમાન છે તો કોંગ્રેસને 22 બેઠકો અને AAPના ભાવ સ્થિર છે અને  5 બેઠકના ભાવ મતદાન પછી યથાવત રહ્યા છે.

મતદાન પહેલા ભાજપને 50થી 52 બેઠકનું અનુમાન હતું જો કે, ત્યારબાદ ભાવમાં વધઘટ જોવા મળી હતી અને હવે ભાજપને 43 બેઠકોનું અનુમાન છે.

અમદાવાદમાં સૌથી ઓછું 38.73% મતદાન અને જામનગરમાં સૌથી વધુ 49.64% મતદાન નોંધાયું છે. તો રાજકોટ 45.74%, સુરત 42.72%, વડોદરા 42.82%, ભાવનગરમાં 43.66% મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જોકે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.