રાજકારણમાં કે ભાજપમાં જોડાવાનો મારો કોઈ ઈરાદો નથી : સોનુ સુદનો ખુલાસો

શિવસેનાના સાંસદ સંજય રાઉતે ‘સામના’માં સોનુ સૂદ પરપ્રાંતીય મજૂરોને વતન મોકલી ભાજપ માટે પ્રચાર કરી રહ્યો છે એવો આક્ષેપ કર્યો હતો. આ વિવાદ બાદ અભિનેતા સોનુ સુદે પહેલીવાર કેટલાક ખુલાસા કર્યા છે. એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મારી કોઈ રાજકીય મહત્ત્વાકાંક્ષી નથી અને મારે શિવસેના કે એના નેતાઓ સાથે કોઈ મતભેદ નથી. હું કોઈ પણ પાર્ટી માટે પ્રચાર કરવાનો નથી. અત્યારે મારું સંપૂર્ણ ફોકસ મારી એક્ટિંગ કરીયર પર છે.

‘હું મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે કે બીજા કોઈ માટે પ્રચાર કરવાનો નથી. ખરું પૂછો તો મને ચૂંટણી પ્રચાર કરવાનું ગમતું જ નથી. ભૂતકાળમાં પણ મને આવી ઘણી ઓફર થઈ હતી, જે મેં સ્વીકારી નહોતી,’ એમ સૂદે વધુમાં જણાવ્યું હતું.

પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન હોવાનું કબુલવાની સાથોસાથ એણે કહ્યું હતું કે તેઓ સામાન્ય માનવી સાથે જે રીતે તાદામ્ય કેળવી લે છે એ મને ગમે છે. તેઓ મારા માટે એક પ્રેરણાસ્ત્રોત છે, પણ એનો અર્થ એવો નથી થતો કે હું ભાજપમાં જોડાઈશ.

લોકો ભાજપનો કે બીજી કોઈ પાર્ટીનો માણસ છું, એવી ઇમેજ ઊબી કરે એની મને કોઈ પરવા નથી. મારા માટે તો પરપ્રાંતીય મજૂરોના ચહેરાપનું સ્મિત જ સૌથી મહત્ત્વનું છે, એમ જણાવતા અભિનેતાએ ઉમેર્યું હતું કે અત્યારે મારો એક જ જીવનમાં મંત્ર છે કે કોઈ હાઇવે પર હજારો કિ.મી. ચાલીને પોતાને ગામ ન જવું જોઈએ. માસૂમ બાળકો પોતાના મા-બાપ સાથે હજારો કિ.મી. પગપાળા ચાલશે તો એમના મનમાં કેવી કડવી સ્મૃતિઓ રહી જશે?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.