દુબઇની રાજકુમારી લતીફા (Princess Latifa)ના ભાગી છૂટવાના પ્રયાસ અંગે આંતરાષ્ટ્રીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે તેમના વિશે જાણવામાં લોકોની ઉત્સુકતા વધી છે. લતીફા દુબઈ (Dubai)ના ધનકુબેર શાસક શેખ મોહમ્મદ અલ મખ્તૌમ ની દીકરી છે. બે મહિના પહેલા તેનો વિડિયો વાઇરલ થયો હતો. જેમાં તે કેદ હોવાના સંકેતો આપ્યા હતાં.
લતીફાનો શંકાસ્પદ વિડિયો ફેબ્રુઆરી મહિનામાં સામે આવ્યો હતો. આ વિડીયો બાથરૂમમાં છૂપાઈને ઉતારાયો હોવાનું ફલિત થતું હતું. બીબીસી પેનોરમાએ આ વિડીયો જાહેર કર્યો હતો. તેનું કહેવું હતું કે, આ વિડીયો અલગ અલગ મહિનામાં કટકે કટકે બનાવવામાં આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવઅધિકાર આયુક્ત માર્ટા હુરતાડોએ પોતાનો અવાજ ઉઠાવતા કહ્યું છે કે દુબઈને તેની રાજકુમારી જીવંત હોવાનો પુરાવો આપવો પડશે. પરંતુ હજી સુધી રાજકુમારીના નવા ફોટા આપવામાં આવ્યા નથી.
વર્ષ 2018 ની રાજકુમારી દુબઈથી ભાગી હતી, પરંતુ તે ભારતની દરિયાઇ સરહદમાં પકડાઈ હતી. ત્યારથી તે ગુમ છે. ભોગવિલાસ વચ્ચે રહેતી રાજકુમારીએ પોતાના દેશમાંથી ભાગવાની ફરજ શું કામ પડી? આની પાછળ ખુદ રાજકુમારીના પિતા એટલે કે, શેખ મોહમ્મદનો હાથ હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.