રાજનાથ સિંહ/આતંકવાદનું કારણ અનુચ્છેદ 370 હતો; હવે જોઈએ છીએ, કાશ્મીરમાં કેટલા આતંકી પેદા થાય છે

પટનાઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે, કાશ્મીરમાં આતંકવાદને જન્મ આપવામાં અનુચ્છેદ 370 અને 35Aની મહત્વની ભૂમિકા રહી છે. તેમણે કાશ્મીરને રક્તરંજિત કરી દીધું હતું. રક્ષામંત્રીએ કહ્યું કે, હવે જોઈએ પાકિસ્તાનમાં કોણહિંમત કરે છે અને કાશ્મીરમાં કેટલા આતંકવાદી પેદા થાય છે. રાજનાથે કહ્યું- અનુચ્છેદ 370 આપણા બંધારણ માટે રોગ સમાન હતો. જેણે આપણા હ્રદય અને આપણા કાશ્મીરને તબાહ કરી દીધું હતું. દરેક લોકો સપનું જોતા હોય છે. લોકો કહે છે કે તેમની પાસે પણ સપનું છે, પરંતુ તે પુરું નહીં થઈ શકે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પુરુ કરી દીધું અને બતાવી દીધું કે જો આપણે આંખો ખોલીને સપના જોઈશું તો તેને હકીકતમાં બદલી શકીશું.

પાકિસ્તાન ફરી બે ટુકડામાંવહેંચાઈજશેઃ રાજનાથ-તેમણે કહ્યું કે, તમે જોઈ શકો છો કે, તે બેબાકળા થઈ રહ્યાં છે. પાકિસ્તાની વડાપ્રધાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવે છે અને ત્યાંના લોકોને સરહદ પર ન જવાની વાત કહે છે. તેઓ આવું બધું બોલીને સારો દેખાવ કરે છે કારણ કે જો તેઓ આવશે તો પાકિસ્તાન પાછા નહીં જઈ શકે. તેમને 1965 અને 1971 જેવી ભૂલ ફરી ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જો તે લોકો આવું કરશે તો તેમણે વિચારવું જોઈએ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર શું બની જશે. ત્યાં બલૂચ અને પશ્તૂન વિરોધી માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો આવું વારંવાર થશે તો પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચાવાથી કોઈ તાકાત નહીં રોકી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.