નવા કૃષિ કાયદા લાગુ કરવા અને પાછા ખેંચવા મુદ્દે કેન્દ્ર – ખેડૂત સંગઠનો વચ્ચે મડાગાંઠ સર્જાયેલી છે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વચ્ચેનો રસ્તો કાઢતાં નવીન સૂચન કર્યું છે.
રાજનાથસિંહે કહ્યું કે નવા કૃષિ કાયદા એકાદ-બે વર્ષ માટે લાગુ કરી જૂઓ. તેના ફાયદા ન દેખાય તો તેમાં સુધારા કરી શકાશે.
કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે શુક્રવારે કહ્યું કે ખેડૂતોને નવા કૃષિ કાયદા લાભદાયક ન લાગે તો કેન્દ્ર સરકાર તેમાં સુધારા કરશે. આંદોલનકારી ખેડૂતોને પોતાના જ ગણાવતાં રાજનાથે દિલ્હીમાં દ્વારકામાં એક રેલીને સંબોધતા કહ્યું કે, ધરણાં પર બેઠેલા ખેડૂતો છે અને ખેડૂત પરિવારમાં જન્મ્યા છે. અમને તેમના પ્રત્યે ખૂબ જ સન્માન છે. મોદી સરકાર ખેડૂતોના હિતમાં ન હોય તેવા કામ ક્યારેય નહીં કરે.
હાલ એક અથવા બે વર્ષ માટે નવા કૃષિ કાયદાઓનો અમલ કરવો જોઈએ. તેને પ્રાયોગિક ધોરણે જોવા જોઈએ અને તે ખેડૂતો માટે લાભદાયક ન લાગે તો સરકાર દરેક શક્ય સુધારા કરવા તૈયાર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.