રજનીકાંત હાલમાં તમિલ ફિલ્મ ‘અન્નાથ્થે’નું શૂટિંગ હૈદરાબાદમાં કરી રહ્યા હતા. પણ હાલમાં તેમની ફિલ્મનું શૂટિંગ અકાવી દેવામાં આવ્યું છે. અને તે ફરી શરૂ ક્યારે થશે તે અંગે કંઇ જ માહિતી આપવામાં આવી નથી. કારણ છે સેટ પર આઠ ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં ફિલ્મનું 60 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. હવે 40 ટકા કામ બાકી છે. જો ફિલ્મનું શૂટિંગ ચાલુ હોત તો તે 29 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવેત.
ફિલ્મમાં રજનીકાંત કેરિંગ ભાઇનાં રોલમાં નજર આવે છે. ફિલ્મમાં રનજીકાંત ઉપરાંત કીર્તિ સુરેશ છે. જે તેમની બહેનનાં પાત્રમાં છે. તો ફિલ્માં જેકી શ્રોફ અને પ્રકાશ રાજ પણ મહત્વનાં પાત્રમાં નજર આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.