રાજસ્થાનમાં 223 ગુર્જર આંદોલનકારીઓ પર કેસ, રેલવેનાં પાટા પર દિવાળીની ઉજવણી: કિરોડી સિંહ બૈંસલા

રાજસ્થાનમાં ગુર્જર આંદોલનકારીઓ સાથે ચર્ચા થયા બાદ રાજ્ય સરકારે હવે  કડક વલણ અપનાવ્યું છે, અને આંદોલનકારી નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલા અને રાજસ્થાન સરકારનાં  રાજ્ય કક્ષાનાં રમતગમત પ્રધાન અશોક ચાંદના વચ્ચે ચાલેલી મંત્રણામાં કોઇ સહેમતી સધાઇ નથી, જેથી હવે રાજય સરકારે 223 આંદોલનકારીઓ પર કેસ નોંધ્યો છે.

ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ કહ્યું છે કે જો માંગણીઓ માનવામાં નહીં આવે તો રેલવેનાં પાટા પર જ દિવાલી મનાવવામાં આવશે, ચર્ચા નિષ્ફળ નિવડ્યા બાદ જયપુર પરત ફરેલા અશોક ચાંદનાએ  કહ્યું કે જેટલી માંગણી માની શકાતી હતી તે તમામ રાજસ્થાન સરકારે માની લીધી છે, પરંતું ગુર્જર નેતા ગેરવાજબી માંગણીઓ કરી રહ્યા છે, જેને સ્વીકારવું શક્ય નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે ગુર્જર નેતાઓએ રાજસ્થાનમાં સોમવારથી ચક્કાજામ કરવાની ઘોષણા કરી છે, ત્યાં જ રાજસ્થાન સરકારનાં પ્રધાન અશોક ચાંદના ચર્ચા માટે હિંડૌન પહોચ્યા હતાં,જ્યાં અઢી  કલાક સુધી બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી પરંતું કોઇ સહેમતી સધાઇ ન હતી, ત્યાર બાદ કર્નલ કિરોડી સિંહ બૈંસલાનાં પુત્ર વિજય બૈંસલા નારાજ થઇને પાટા પર બેસી ગયા, મંત્રણા તુટ્યા બાદ આંદોલન તેજ થવાનો ડર સતાવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે પહેલાથી જ આંદોલનનાં કારણે 5 જિલ્લામાં 10 દિવસોથી ઇન્ટરનેટ બંધ છે, અને દરરોજ 30થી વધું ટ્રેનને અસર થઇ રહી છે. સ્ટેટ રોડવેઝની બસો બંધ થવાનાં કારણે દિવાળી પર  મુસાફરી કરનારા લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.