રાજસ્થાનમાં અધિકારીઓએ MP-MLAને ઊભા થઈને આપવું પડશે સમ્માન, દરેક વિભાગો માટે સર્ક્યુલર જાહેર

રાજસ્થાન સરકારે પોતાના અધિકારીઓને ફરમાન આપ્યું છે કે તેઓ પોતાની ઓફિસમાં મુલાકાતે આવતા ધારાસભ્યો અને સાંસદોને ઊભા થઈને સમ્માન આપે. આ વિશે મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપે પણ દરેક વિભાગોને એક વિસ્તૃત સર્ક્યુલર જાહેર કરતા અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ન માત્ર ધારાસભ્યો અને સાંસદોના આવવા પર ઊભા થાઓ પરંતુ જ્યારે તેઓ જઈ રહ્યાં હોય ત્યારે પણ પરિસરમાં ઊભા થઈ જાઓ. આ સાથે જ ધારાસભ્યો અને સાંસદો તરફથી મોકલવામાં આવી રહેલા પત્રો વિશે પણ સિનિયર અધિકારીઓની જવાબદારી નક્કી કરી છે.

સાંસદો અને ધારાસભ્યો તરફથી ઉઠાવવામાં આવેલી કોઈ પણ બાબતને અધિકારીઓએ 30 દિવસની અંદર લેખિતમાં જવાબ આપી તેની પતાવટ કરવી પડશે. જો તેમને ફોન પર મેસેજ મોકલવામાં આવ્યો હોય તો પણ તેને ગંભીરતાથી લેવો પડશે.

23 સપ્ટેમ્બરના રોજ જાહેર એક આદેશમાં મુખ્ય સચિવે કહ્યું કે, જ્યારે પણ કોઈ સાંસદ અને ધારાસભ્ય તરફથી કોઈ પણ વિભાગમાં લોકોના કલ્યાણ માટે પત્ર લખવામાં આવે તો સંબંધિત વિભાગને પત્રની સ્વીકૃતિ મોકલવી જોઈએ અને જો તેમની તરફથી ઉઠાવવામાં આવેલો કોઈ મુદ્દો પેન્ડિંગ રહે છે તો સમયાંતરે વિભાગ તરફથી તેના વિશે જણાવવામાં આવવું જોઈએ.

સર્ક્યુલરમાં ચીફ સેક્રેટરીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આ પહેલા જાહેર નિર્દેશોમાં ધારાસભ્યો અને સાંસદોના પત્રોનો જવાબ આપવામાં આવે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. સર્ક્યુરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમની સાથે સમ્માન અને આદરથી વર્તન કરવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ સાંસદ કે ધારાસભ્ય મળવા આવે તો તેમના આગમન અને જવા સમયે ઊભા થઈને સમ્માન આપવું જોઈએ અને તેની તરફથી આપવામાં આવેલા સુચનો અને ફરિયાદો પર પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

મુખ્ય સચિવે કહ્યું કે, રાજસ્થાન સરકારની પહેલી પ્રાથમિકતા સુશાસન આપવાની છે અને સાંસદ-ધારાસભ્યો તરફથી લખવામાં આવેલા પત્રોને લઈને ગંભીર છે. તેથી નવો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.