રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, રાજસ્થાનની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં જવા માટે જરૂરી જિલ્લા કલેક્ટર અને ગૃહવિભાગની મંજૂરી જરૂરી છે એટલે તેમની મંજૂરી વગર પ્રવેશ મળશે નહીં. એટલે રાજસ્થાન જવા માગતાં લોકો રાજસ્થાનના જિલ્લા કલેક્ટર અને જરૂરી તંત્ર પાસે પાસ લઈને જ રાજસ્થાન જવા રોડ મારફતે જઈ શકશો.
લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર ઉપર પણ પોલીસ નજર રાખી રહી છે. હાલમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પાન-મસાલાના વેચાણના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં દૂધના કેનમાં પાન-મસાલાની હેરાફેરીને પકડી પાડવામાં આવેલ છે. અમરેલીના લાઠીમાં આંતર જિલ્લા મુવમેન્ટ માટે નકલી પાસ બનાવવાની ઘટના સામે આવી છે. અમરેલીમાં ગેરકાયદે ઘૂસવા માટે બે વ્યક્તિઓ દ્વારા નકલી પાસ બનાવવામાં આવ્યો હતો. પોલીસ ઓફિશિયલ પાસ ચેક કરી રહી છે. જેથી પાસ વગર એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા માટે પ્રયત્ન ન કરવો.
કોરોનાના સંક્રમણથી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સ્વસ્થ થઈને ફરજ પર પરત ફરી રહ્યા છે. અત્યાર સુધી કુલ 67 પોલીસકર્મીઓ કોરોનાને મ્હાત આપીને ફરજ પર પરત ફર્યા છે. 601 પોલીસ કર્મીઓએ હોમ ક્વોરન્ટાઈનો સમયગાળો પૂર્ણ કરેલ છે. તો ડિટેઈન કરેલ વાહનો પૈકી અત્યાર સુધી 2 લાખથી પણ વધારે વાહનો મુક્ત કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે સીસીટીવીના આધારે 18 ગુનાઓ દાખલ કરી 19 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.