રાજસ્થાન મુદ્દે પ્રિયંકા ગાંધી એક્ટિવ: અહેમદ પટેલ, વેણુગોપાલને પાયલટને મનાવવાની જવાબદારી સોંપાઈ

રાજસ્થાનના મુદ્દે એકવાર ફરી પ્રિયંકા ગાંધી વાડ્રા એક્ટિવ થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીએ કે સી વેણુગોપાલ, અહેમદ પટેલને સચિન પાયલટ સાથે વાત કરવાનુ કહેવામાં આવ્યુ છે અને પાર્ટીમાં પરત આવવા કહેવાડવ્યુ છે. બીજી તરફ અશોક ગેહલોત હજુ પણ કડક વલણ અપનાઈ રહ્યા છે. સચિન પાયલટ જૂથના ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે અને પરત આવવાનુ કહેવામા આવી રહ્યુ છે.

કપિલ સિબ્બલે આ મામલે ટ્વીટ કરી છે તેમણે લખ્યુ કે કહેવામાં આવી રહ્યુ છે કે છબી ખરાબ કરવા માટે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. પછી સચિન પાયલટે કહ્યુ કે તે ભાજપ જોઈન કરી રહ્યા નથી.

વધુમાં કપિલ સિબ્બલે લખ્યુ કે મને લાગે છે કે માનેસરમાં રોકાયેલા ધારાસભ્ય હરિયાણાની ભાજપ સરકારની નજરોમાં રજા મનાવી રહ્યા છે પરંતુ ઘર વાપસીનુ શુ?

સચિન પાયલટ તરફથી ઈન્ટરવ્યુ આપ્યા બાદ કોઈ વધુ નિવેદન જારી કરવામા આવ્યુ નથી. તેમની પ્રેસ કૉન્ફરન્સ ક્યારે થશે તે પણ હજુ નક્કી નથી. એવામાં દરેકની નજર છે કે સચિન પાયલટનો આગામી એક્શન શુ હશે.

હવે શુ થશે?

સુત્રો અનુસાર રાજસ્થાનમાં સચિન પાયલટ જૂથ વિરૂદ્ધ એક્શન વધી શકે છે. પાયલટ જૂથના મહત્વના પાત્રો વિરૂદ્ધ ફરિયાદ થઈ શકે છે. ત્રણ ધારાસભ્યના પરિવાર તરફથી જબરદસ્તી રાખવાની ફરિયાદ કરવામાં આવી શકે છે, જે બાદ પોલીસ એક્શન લેશે.

એક તરફ કોંગ્રેસ તરફથી સચિન પાયલટને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પાયલટ સમર્થક ધારાસભ્ય રામનિવાસે ટ્વીટ કરીને અશોક ગેહલોત પર નિશાન સાધ્યુ છે ટ્વીટમાં લખ્યુ છે કે તેઓ લડાઈમાંથી પીછે હઠ કરશે નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.