પેટાચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ચૂંટણી જનસભાને સંબોધતિ વખતે કહ્યું કોંગ્રેસ કલમ 370 હટાવનારાઓના વિરોધમાં ઉભી છે. પરંતુ હું કહું છું કે રાહુલ ગાંધી તો શું તેમના પપ્પા પણ ઉપરથી નીચે આવી જાય તો પણ હવે કલમ 370ની સ્થિતિ બદલાઈ શકે નહીં.
રાજસ્થાનમાં સાત બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને આ દિવસોમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ પોતપોતાના ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે. આ જ ક્રમમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ટોંક જિલ્લાની દેવલી-ઉનિયારા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગુર્જરના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમની જીભ લપસી. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 નહીં હટે.
આ દરમિયાન સીએમ ભજન લાલે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370 હટાવવાના પ્રસ્તાવ અને સદનમાં મારપીટ અને ઝપાઝપીની ઘટનાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સીએમએ કહ્યું કે કોંગ્રેસ કલમ 370 હટાવનારાઓના વિરોધમાં ઉભી છે.
આ શું બોલી ગયા CM ભજનલાલ?
મુખ્યમંત્રી ભજન લાલે કહ્યું, ‘ગઈકાલે તેમ જોયું હશે કે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના લોકો એ લોકોની સાથે ઉભા છે જેઓ કહી રહ્યા છે કે તેઓ કલમ 370 હટાવી દેશે. શું તે હટાવી શકશે? હું તમને પૂછવા માંગુ છું. રાહુલ ગાંધી, તમારી વાત તો છોડી દો, તમે તમારા પપ્પાજીને પણ લઈને આવો તો પણ કાશ્મીરમાંથી કલમ 370 નહીં હટાવી શકે.’ સીએમ ભજન લાલે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણયોમાંનો એક ગણાવ્યો.
આ દરમિયાન સીએમ ભજનલાલે કહ્યું, ‘અમે રામ મંદિરની તારીખ પણ જણાવી અને મંદિરનું નિર્માણ પણ કરાવ્યું. કોંગ્રેસ દેશમાં ભ્રષ્ટાચારની જનની છે. કોંગ્રેસને નફરતની ભાષા ગમે છે. રાજસ્થાનમાં કન્હૈયા લાલનું મૃત્યુ થયું ત્યારે આ કોંગ્રેસીઓ મોં પર ટેપ લગાવીને બેસી ગયા હતા.’ જણાવી દઈએ કે રાજસ્થાનની ઝુંઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખિંવસર, ચૌરાસી, સલૂમ્બર અને રામગઢ સીટ પર પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.