રાજસ્થાનમાં પણ રેપની ઘટના બની છે, રાહુલ-પ્રિયંકા ત્યાં કેમ નથી જતા?ભાજપ

હાથરસમાં દલિત યુવતીની ગેંગરેપ બાદ અત્યંત ક્રુરતાપૂર્વક હત્યાના પગલે આખો દેશ હચમચી ઉઠ્યો છે તો બીજી તરફ તેના પર રાજકારણ પણ રમાઈ રહ્યુ છે.

એક તરફ પિડિતાના પરિવારને મળવાની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી છે તો બીજી તરફ યુપી ભાજપના પ્રવક્તા અને યોગી સરકારના મંત્રી સિધ્ધાર્થનાથ સિંહે રાહુલ ગાંધી અને પ્રિયંકા સહિત કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે.તેમણે કહ્યુ છે કે, રાજસ્થાનના બારામાં થયેલી રેપની ઘટના પર પ્રિયંકા ગાંધી ચૂપ છે.યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સુધરી છે.માયાવતી અને અખિલેશના શાસનમાં યુપીમાં જંગલરાજ હતુ.આજે આ તમામ માફિયાઓ પર યોગી સરકાર કાર્યવાહી કરી રહી છે.ક્રાઈમ રેકોર્ડ પ્રમાણે 2016ની સરખામણીમાં 2020માં રેપની ઘટનાઓમાં 38 ટકાનો ઘટાડો થયો છે.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસની ઘટના પર રાજકીય રોટલા શેકવામાં રસ છે.આ મામલામાં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ કોંગ્રેસ પાસે અમે જવાબ માંગીશું.બલરામ પુર રેપ કેસમાં પણ બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.યુપીમાં કાયદો અને વ્યવસ્થાને કડક બનાવાઈ છે.દરેક જિલ્લામાં તંત્રને આદેશ અપાયા છે કે, આવી ઘટનાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરે.સપા-બસપા અને કોંગ્રેસને પોતાના પગ જમાવવા છે માટે રેપ પર તેઓ રાજકારણ રમીર હ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.