રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય,નહીં થાય શાળામાં 5મા ધોરણ સુધીની પરીક્ષા

રાજસ્થાન સરકારે કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારી શાળામાં 5મા ધોરણથી હાલના શિક્ષણ સત્રમાં કોઈ પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો છે

આ સાથે જ ધોરણ 1થી 5 સુધીના બાળકોને સ્માઈલ -1 અને સ્માઈલ -2 તથા આઓ ઘર સે સીખે કાર્યક્રમના આધારે અન્ય ધોરણમાં પ્રમોટ કરાશે.

ધોરણ 8ની પરીક્ષાબોર્ડ પેટર્ન પર આયોજિત કરાશે. ધોરણ 6,7, 9 અને 11ની પરીક્ષાનું પરીણામ 30 એપ્રિલે જાહેર કરાશે. બાળકોના આગામી ધોરણમાં પ્રવેશને 1 મેથી શરૂ કરવામાં આવશે. સ્કૂલ શિક્ષા મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ ટ્વિટ કર્યું કે કોરોનાના કારણે જન્મેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સ્થાનિક પરીક્ષાઓને વિશે સંવેદનશીલતાથી આ નિર્ણય લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.