રાજસ્થાનમાં કોરોનાના આંકડા ચોંકાવી રહ્યા છે ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટે ગહેલોત સરકારે ખાસ નિર્ણય લીધો છે. તેઓએ જાહેર કરેલા આદેશ અનુસાર રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સધી કર્ફ્યૂ જાહેર કરાયો છે.
મુખ્યમંત્રીએ વધતા કોરોનાને લઈને કહ્યું કે મહામારીના વધતા સંક્રમણને લઈને આજે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી કડક રીતે કર્ફ્યૂનું પાલન કરાશે .
મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે કર્ફ્યૂ સમયે પહેલાથી ચાલી રહેલા નિયમોમાં જે છૂટ છે તેમાં ફક્ત દૂધ, શાક, બેંક, ગેસની સેવાઓ ચાલુ રહેશે. આ સિવાય 17 જિલ્લામાં કોરોનાથી કેસ આવી રહ્યા છે ત્યાં વધારે કડક નિયમ લાગૂ કર્યા છે.
સામાન્ય માણસને અપીલ છે કે પહેલાની જેમ એક રહો અને એકમેકનો સહયોગ કરો. રાજસ્થાનસરકરા દરેક સ્થિતિ સામે લડવા તૈયાર છે. હાલમાં ભીલવાડા, સુજાનગઢ, ચૂરુ અને રાજસમંદની પેટાચૂંટણીમાં મતદાન અને તેને સાથે જોડાયેલી પ્રક્રિયાની છૂટ કર્ફ્યૂમાં સામેલ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.